Satya Tv News

પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના સનાવાડા ગામના ચૌપારામને હાર્ટ અટેક આવ્યો હતો. જેને કારણે રાજસ્થાનથી પરિવારજનો સારવાર માટે પાલનપુર લઇને આવી રહ્યા હતા આ દરમિયાન તેમની એમ્બ્યુલન્સ પાલનપુર હાઇવે પર ટ્રાફિકમાં ફસાઇ હતી. ડ્રાઇવર દ્વારા અન્ય કોઇ રસ્તાથી હોસ્પિટલ પહોચવા પ્રયાસો હાથ ધર્યા હતા. અને જેમતેમ કરીને એમ્બ્યુલન્સ હાઇવે પરથી આગળ ચલાવી હતી પરંતુ હનુમાન ટેકરી વિસ્તારમાં ફરી આ એમ્બ્યુલન્સ અટવાઇ હતી. અડધો કલાક સુધી દર્દી સાથે એમ્બ્યુલન્સમાં અટવાઇ હતી જેને કારણે હાર્ટ એટેકના દર્દીને સારવાર મળી શકી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ ત્યાં પણ ટ્રાફિકમાં અટવાતા આખરે દર્દી ચૌપારામ ચૌહાણને સમયસર હોસ્પિટલ સુધી પહોચાડી શકાયા ન હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.

error: