સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બજાવતા હતા ફરજ
ડોક્ટરની રાતોરાત થઈ બદલી
બદલી થઈ જતાં ચકચાર મચી
આમોદ નાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો થી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજય ની રાતોરાત બદલી થઈ જતાં ચકચાર મચી જવા પામી છે
અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારા સ્વભાવના અને તાલુકા અને શહેરના લોકોને ભાવી ગયેલા છેલ્લાં કેટલાક વર્ષો થી ફરજ બજાવતા તબીબ ડોક્ટર સંજય ની રાતોરાત બદલી થતા તાલુકાના તેમજ આમોદ શહેરના લોકો માં સોક ની લાગણી ફેલાઇ જવા પામી છે .આમોદ તાલુકા માં 56 ગામો આવેલા છે તે સન્દ્રભે આમોદ નાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ તબીબો ની ફરજ ની જરૂરિયાત હોય છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક જ તબીબ ડોક્ટર સંજય ચોવીસ કલાક ફરજ બજાવતા આવ્યા હતા કોઈ પણ વાર -- તહેવાર જોયા વિના હસતા મોઢે પોતાની ફરજ નિભાવતા અને સેવા આપતા હતા. રાતના પણ ગમે તે સમયે દર્દીને સેવા આપતા એવા મન ભાવતા ડોક્ટરની અચાનક બદલી કરતા આમોદ શહેરના શહેરીજનો તથા તાલુકા ના લોકો માં તેમજ હોસ્પિટલના કર્મચારી સ્ટાફ ને શોક લાગ્યો હતો.જેથી લોકમુકે ચર્ચાનો વિષય બન્યો છે કે લાગતા વળગતા અધિકારીઓ અને સ્થાનિક રાજકીય લોકો ડોક્ટર સંજય ને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યથાવત રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે