Satya Tv News

સુરત શહેરના મોટા વરાછા સ્થિત રામચોક નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રકની અડફેટે મોપેડ પર જઈ રહેલી 22 વર્ષીય નમ્રતા કોટડીયા અને તેની પિતરાઈ બહેનને ગંભીર ઇજાઓ પોહચી હતી. જ્યાં નમ્રતાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સર્જાયેલ આ ઘટનામાં ટૂંકી સારવાર દરમ્યાન તેનું કરુણ મોત નિપજવા પામ્યું હતું.આ મામલે ઉત્રાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી છે. નોંધનીય છે કે સર્જાયેલ આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.

error: