વાઘોડિયા રોડ પર પ્રેમીને મળવા માટે મહિલા નિર્દયતાથી પોતાની 7 વર્ષની માસુમ દીકરીને માર મારીને રૂમમાં પૂરી દેતી હતી. જોકે આ વાતની જાણ બાળકીએ પિતાને કરી ત્યારે પિતા ચોંકી ગયા હતા અને આ મામલે પોતાની પત્ની અને તેના પ્રેમી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં પોલીસે ફ્લેવર્સ ઓફ વડોદરાના માલિક કલ્પેશ પટેલ અને તેની પ્રેમીકા સામે ફરિયાદ નોધી છે. કલ્પેશ પટેલ પ્રેમિકાને મળવા જાય ત્યારે પ્રેમીકા બાળકીને બેડરૂમમાં પૂરી દેતી હતી.
ફ્લેવર્સ ઓફ વડોદરાના માલિક કલ્પેશ પટેલ પ્રેમીકાને મળવા માટે ઘરે આવતો હતો. તે આવે ત્યારે મહિલા તેની પુત્રીને મારમારીને રૂમમાં પુરી દેતી હતી. કળિયુગી માતાના કારસ્તાનનો દિકરીએ ભાંડો ફોડ્યો અને પિતાને આ વાતની જાણ કરી હતી. મહિલાના પતિએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ નોધાવી છે. ફ્લેવર્સ ઓફ વડોદરાના માલિક કલ્પેશ પટેલ અને પરણીત પ્રેમિકા બેડરૂમમાં પ્રણયફાંગ ખેલતા. તેમના આડાસંબંધોની જાણ કોઇને ન થાય તે માટે દિકરીને મારમારીને માતા બેડરૂમમાં પુરી દેતી હતી અને ત્યાર બાદ અન્ય રૂમમાં પ્રેમી સાથે પ્રણયફાંગ ખેલવા માંડતી હતી. આખરે સાત વર્ષની પુત્રીએ પિતાને આ વાતની જાણ કરી દીધી હતી. જેને લઇને પિતાએ પોલીસને જાણ કરી હતી.
જાણવા મળ્યા મુજબ પત્નીએ જેને દગો આપ્યો એ પતિ ખાનગી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યુ છે કે તેની પત્ની મોલમાં મોકરી કરે છે અને તેના માલિક સાથે મિત્રતા છે હું ઘરે ના હોઉ ત્યારે બોસ મારા ઘરે આવી મારી પત્નીને મળવા આવતો હતો. મારી પત્ની અને તેનો મિત્ર મોબાઇલ પર પણ વાતચીત કરતા હતા. જેના કારણે અમારા વચ્ચે ઝઘડા થતા હતા. ગત ૪ થી તારીખે હું નોકરી પર હતો. ત્યારે બોસ મારી પત્નીને મળવા માટે ઘરે આવ્યો હતો. મારી ૭ વર્ષની દીકરીને મારમારીને પુરી દીધી હતી.