સુરતમાં સીંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે. જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈતો ન હતો. આ બનાવ અંગે સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે