Satya Tv News

કેબીનમાં જ મહિલાએ ગટગટાવ્યુ ઝેરી દ્રવ્ય
મહિલાએ દવા ગટગટાવતા બોડા કચેરીમાં નાશ ભાગ
આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અંકબધ.

ભરૂચમાં BAUDA ની કચેરીમાં એક મહિલા અરજદારે દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો..

મહિલા અરજદારે દવા પી જતા BAUDA ના અધિકારીઓમાં નાસભાગ મચી હતી 108 મારફતે મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી 108 ની એમ્બ્યુલન્સ ની ટીમ BAUDA ની કચેરી ખાતે મહિલાને સારવાર માટે લેવા ગઈ તે દરમિયાન અધિકારીઓ ઓફિસ છોડીને રફફુચક્કર થઈ ગયા પત્રકાર મિત્રો દ્વારા આ મહિલાને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી ભરૂચ સિવિલ હોસ્પિટલ પર મહિલાની ઓળખ કરતા તે મહિલાનું નામ સંગીતા મેહતા હોવાનું સામે આવ્યું મહિલાના પાકીટમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.સ્યુસાઇડ નોટ પોતાના દીકરાને ઉલ્લેખી ને કરી છે..

જેમાં પોતાના દીકરાને કહ્યું છે હુ ભરૂચ ખાતે આવેલ ખત્રીવાળ માં આવેલ મકાન બીજા લોકો એ કબજે કરી લીધેલ છે. જેને લઈને BAUDA ઓફિસમાં છ છ વાર અરજી કરી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.જેથી કરીને આજરોજ BAUDA ની કચેરીના અધિકારી નીતિન સાહેબ અને પ્રકાશ દવે સાહેબ છેલ્લી વાર રજૂઆત કરવા જઉં છું અને જો મારી અરજીને ધ્યાનમાં લેવામાં નહીં આવે બોરડા ની ઓફિસમાં આત્મહત્યા કરી લઈશ

error: