Satya Tv News

ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને
હોળી ધુળેટીના નામે 2.50 લાખ ઉઘરાવ્યા-મનસુખ
રૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ :ચૈતર

YouTube player

ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવ અને આમ આદમીના ઉમેદવાર ચૈતર વસાવા એક બીજા પર આક્ષેપો પ્રતિઅક્ષેપો કરી રહ્યા છે

મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા.જેમાં હોળીના બહાને કોન્ટ્રકરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા.ત્યારે જેના જવાબમાં ચૈતર વસાવાએ ભાજપે નર્મદા જિલ્લામાં કમલમ માટે રૂ.50 લાખ ઉઘરાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે.ત્યારે ભાપજના ઉમેદવાર સાંસદ મનુસખ વસાવાએ પુનઃ એક વખત ચૈતર વસાવાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે હોળીના બહાને કોન્ટ્રકરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા.મનુસખ વસાવાએ કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાયુ હતું.આ બાબતે ચૈતર વસાવાએ પલટવારમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા અને ભાજપ પાર્ટી પર ભ્રષ્ટાચાર અને નર્મદા જિલ્લામાંથી કમલમ બનાવવા 50 લાખ ઉઘરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.ત્યારે હાલમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલમાં બંને તરફી મળતી પ્રતિક્રિયાઓએ રાજકિય માહોલમાં ગરમાવો લાવી રહી છે.

error: