નર્મદા કેનાલમાં બે યુવક તણાયા
એકને બચાવી લેવાયો જ્યારે એકની શોખોળ ચાલુ
ડાભા ના યુવાનની શોખોળ હાથ ધરાઈ
જંબુસર તાલુકાના વેડચ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં જંબુસર નો એક યુવક તથા ડાભા ગામનો યુવક તણાયા હતા તે પૈકી ડાભા ગામના યુવક નહેરના પાણીમાં તણાઈ ગયો હોવાના તથા જંબુસરના યુવાનને ગ્રામજનોએ બચાવી લીધો હતો જ્યારે ડાભાના યુવકની પોલીસ તથા ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી.
ડાભા ગામના હુસેન અબ્બાસ મલેક ઉંમર વર્ષ આશરે 26 નાઓ તથા જંબુસર નો મિત્ર વેડચ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર ગયા હતા.અને હુસેન મલેક નહેરમાં નાહવા ગયો હતો. તે દરમિયાન તે ડૂબવા લાગતા તેને બચાવવા જંબુસર નો યુવક ગયો હતો. પરંતુ તે પણ તણાતો હતો. ગ્રામજનોએ બંને યુવાનોને બચાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. તે સમયે એક મહિલાએ પહેરેલ સાડી કાઢીને યુવાનોને બચાવવાનું કહેતા સાડી ને વહેતા પાણીમાં નાખી હતી. અને તેને જંબુસરના યુવાને સાડી પકડી લેતા તેને બહાર ખેંચી કાઢ્યો હતો. જ્યારે ડાભા ગામનો હુસેન મલેક નહેરના પાણીમાં તણાઈ ગયો હતો. સદર બનાવ અંગે વેડચ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ફાયર બ્રિગેડ ટીમને બોલાવી ડાભાના યુવાનની શોધખોળ આદરી હતી અને સાંજે 6:30 ના અરસામાં પણ યુવાનના કોઈ સગડ મળ્યા ન હતા.