Satya Tv News

પેટીયા ગામે બુકાની ધારીએ કર્યો હુમલો
ઈસમોએ ખેડૂત પરિવાર પર કર્યો હુમલો
2 મહિલા સહિત 8 લોકોને ઇજાઓ પહોંચાડી

વાલિયાના પેટીયા ગામે બુકાની ધારી માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર હુમલો કરી બે મહિલા સહિત 8 લોકોને ઇજાઓ પહોંચાડી હતી

https://www.instagram.com/reel/C5DOlN2AEM1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

વાલિયા તાલુકાનાં પેટીયા ગામના હોળી ફળિયામાં રહેતા જયસિંગ નગીન ચૌધરી ગતરોજ બપોરે ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે પાણી છોડી રહ્યા હતા તે દરમિયાન ભમાડિયા ગામનો માથાભારે ઈસમ આશિષ બાબુભાઈ વસાવા તેની સાથે અન્ય 12થી 14 જેટલા ઇસમો મોઢા ઉપર રૂમાલ બાંધી હાથમાં દંડા,લાકડા લઈ ખેડૂત પાસે આવ્યા હતા અને અમો રસ્તો પૂરવા આવેલા છે.જેઓને જયસિંગભાઈએ આ રસ્તો આજુબાજુના ખેડૂતોની માલિકીનો છે તમે તે ખેડૂતોની સંમતી લીધેલ છે તેમ કહેતા જ ભમાડિયા ગામના માથાભારે આશિષ બાબુ વસાવા ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારતા બાજુના ખેતરોમાં કામ કરતાં મુકેશ રમણ ચૌધરી,જનીતા મુકેશ ચૌધરી,અંગુબેન જયસિંગ ચૌધરી,કમલ ચૌધરી,શૈલેષ ચૌધરી અને બાબુ મગન ચૌધરી તેમજ લાલજી ચૌધરી ત્યાં દોડી આવી આશિષ વસાવાને સમજાવી રહ્યા હત તે વેળા 12થી 14 જેટલા ઇસમોએ અપશબ્દો ઉચ્ચારી પવડાના હાથ,લાકડા અને દંડા વડે તૂટી પડ્યા હતા.આ મારામારીમાં મુકેશ રમણ ચૌધરી,જનીતા મુકેશ ચૌધરી,અંગુબેન જયસિંગ ચૌધરી સહિત આઠ લોકોને ઇજાઓ પહોંચી હતી અને ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ મારામારીમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને 108 સેવાની મદદ વડે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: