Satya Tv News

ખેડૂતોએ રીંગનો ઉભો પાક રસ્તા પર ફેક્ર્યા
15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો
40રૂપિયા થઇ જતાં ખેડૂતોમાં રોષ

નર્મદા જિલ્લાનાખેડૂતો પણ બાકાત રહયાં નથી.રીંગણના ભાવ મણના રૂ.400 થી સીધા 40 થઇ જતા ખેડૂતોએ રીંગનો ઉભો પાક રસ્તા પર ફેંકી દીધો હતો.

રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર વિસ્તારમા રીંગણાનું વાવેતરખેડૂતોએ કર્યું છે. એક એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું
ઉત્પાદન થાય છે તેથી જિલ્લામાંથી2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે. રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માગ ઘટી જતાં ભાવો તળિયે આવી ગયાં છે. અગાઉ રીંગણ 200 થી400 રૂપિયે મણના ભાવે વેચાતા હતાં. તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઇ હતી. પણ લગ્નસીઝન અને શુભ પ્રસંગો પરહોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતાં માગ ઘટી હતી. જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઇ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે.

error: