Satya Tv News

ભરૂચ સબજેલમાં ગુજરાત લપોલીસ જાસૂસી કાંડના બુટલેગર નયન બોબડા પર હુમલો

બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના

હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઇ સર્જેલી અરાજકતા

ગુજરાત પોલીસ જાસૂસીકાંડના આરોપી નામચીન બુટલેગર છે નયન બોબડો

જાસૂસી કાંડના બુટલેગર નયન બોબડા પર જેલમાં હુમલાની ઘટનાથી ચકચાર

ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં 11 મહિને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં 7 આરોપીઓના હુમલાની ઘટનાને લઇ ભરૂચ સહિત ગુજરાતભરના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબજેલને ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય ATM અને સોપારી કિલિંગ ગેંગના 7 આરોપીઓએ બાનમાં લઇ લીધી હતી.

બપોરે 3 વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક 4 અને 8 માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જેલમાં થયેલ હુમલાને લઈ અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી હતી. બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે હિન્દૂ કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય 7 લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો.

બેરેકમાંથી મારથી બચવા નયન બોબડડો દોડતો દોડતો સબ જેલના મુખ્ય ગેટ સુધી પોહચ્યો હતો. અને બન્ને ઇન્ચાર્જ જેલર, સ્ટાફની મદદથી હુમલાખોર 7 કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હુમલાખોર 7 કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઇજા પોહચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાત જાસૂસીકાંડના આરોપી બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધા ની અદાવતે કે બીજા ક્યાં કારણોસર કરાયો તે તપાસનો વિષય છે. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમ.ડી. ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલિદ ચોક, નઇમ ઇસ્માઇલ મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલેક, 10 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પકડાયેલા હિસ્ટ્રીશીટર અને નિવૃત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખીલજી, સલમાન મુસ્તાક પટેલ. તેમજ આંતરરાજ્ય ATM તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર શાબિર નથ્થું ખાન સાથે આમીન અલ્તાફ પટેલ સામે ગુનો દર્જ કરવામાં આવ્યો છે. અને પોલીસે આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

error: