બનાસકાંઠા જિલ્લામાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ભારે બફારા અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાનાં અનેક ગામડાંઓમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી પરંતુ સરહદી વિસ્તારમાં બાજરી અને જુવારના પાકને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. .દુધાળા, રાજપરા, માણંદીયા, સતાધાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો . અચાનક જ આવેલા કમોસમી માવઠાથી ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે. ઘઉં, ચણા, મગ સહિતના પાકને નુક્સાન થયું છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.. ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ભિલોડા,મઉ,ધોલવાની સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી