Satya Tv News

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપી સેન્ટર બની ગઈ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ રાજકોટ શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ કરી ઉજવણી કરી છે. 22 વર્ષ બાદ રૂપાલાની લડત ધાનાણીની સામે છે. જોકે, રૂપાલા પહેલાથી જ ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ રાજકોટના રતનપમાં મહા દરબાર ભરીને અલ્ટીમેટમ આપી દીધું છે કે, 19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહિ ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે. ત્યારે ક્ષત્રિયોની આ ચમકી પાટીદાર આંદોલનની યાદ અપાવે છે. પાટીદાર આંદોલન બાદ જે રીતે ગુજરાત ભડકે બળ્યુ હતું તે જ રીતે હવે જો રૂપાલાની ટિકિટ પરત ન લેવાય તો ગુજરાત ફરી એકવાર મોટા આંદોલનનું સાક્ષી બની શકે છે

error: