ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે રહેતો સમીર દાઉદ ઘોરાટ હાફેજ કોલોની પાછળ આવેલાં બાવળની ઝાડીઓમાં ગૌવંશની કતલ કરવા માટે લાવીને બાંધી રાખે છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે એલઇડી લાઇટથી બાવળિયામાં તપાસ કરતાં ત્યાં એક કૃરતા પુર્વક બાંધેલી ગાય મળી આવી હતી. તેમજ ત્યાં બાજુમાં જ એક શખ્સ બેઠેલો મળ્યો હતો. જેનું નામઠામ પૂછપરછ સમીર દાઉદ ઘોરાટ હોવાનું જણાવ્યું હતું.
સ્થળ પર તપાસ કરતાં ત્યાંથી છરા તેમજ લાકડાના ગોળ ખડ તેમજ તાડપત્રી અને દોરડા મળી આવ્યાં હતાં. ગાય અંગે તેને પુછતાં તેણે કોઇ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો. જેથી ટીમે ગાયને બચાવી સ્થળ પરથી કટિંગ કરવા માટેના 7 મોટા છરા, 10 નાની છરી, 2 લાકડાના ગોળ ખડ ( ડિમ્ચા) એલઇડી લાઇટ, તાડપત્રો, 9 દોરડા, સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે પશુઘાતકીપણાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે