Satya Tv News

મારુતિ કટારીયા લાગી ભીષણ આગ.
આગ લાગતા અફરા તફરીનો માહોલ
આઠ થી દસ ગાડીઓ ધટના સ્થળે

વડોદરા શહેરનાં મકરપુરા મારુતિ કટારીયા શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરા શહેરના મકરપુરામાં મારુતિ કટારીયા શોરૂમ માં અચાનક આગ લાગવાની ધટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યુ કે આગ વહેલી સવાર લાગી હતી.શોરૂમ માં રહેતા કર્મચારીઓ એ શોરૂમ ના માલીક ફોન કરતા તેઓએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ધટના સ્થળે દોડી આવ્યા હતા.આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, મકરપુરા ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડીયા બજાર ફાયર સ્ટેશન, ગાજરાવાડી ફાયર સ્ટેશનના લાશ્કરોએ તાત્કાલિક ધટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાર ફાયર સ્ટેશનના લાશ્કરો, ફાયર ઓફિસર તથા પોલીસની ટીમ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.આગ લાગવાની ધટના બનતા આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા. પાંચ કલાક થઇ ગયા પરતુ હજુ આગ પર નિયંત્રણ નથી આવ્યુ. આગ પર કાબુ મેળવવાના હાલ પ્રયાસ ચાલુ છે.કયા કારણોસર લાગી તે અંક બંધ છે. મારુતિ કટારીયા શોરૂમમાં આગ લાગતા મોટુ નુકશાન થવા પામ્યુ છે. ફાયર બ્રિગેડની લગભગ આઠ થી દસ ગાડીઓ ધટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવ્યો હતો.

error: