રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ બેંગ્લરુના ચિન્નાસ્વામી સ્ટિડયમમાં રમાઈ હતી. આ મેચ આઈપીએલ 2024ની 30મી મેચ હતી. જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટા હાઈ સ્કોરિંગ વાળી મેચ હતી.હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા અને આરસીબીની ટીમ 262 રન સુધી પહોંચી હતી, આરસીબી અને હૈદરાબાદની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. કારણ કે, જે ટીમ જે પોઝિશન પર હતી તે સ્થાન પર યથાવત છે, પરંતુ હવે આરસીબી માટે ખૂબ પડકાર જોવા મળી રહ્યો છે.
આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદને મેચ જીતી છતાં કોઈ ફાયદો થયો નથી. કારણ કે, ટીમે ભલે મોટો સ્કોર બનાવ્યો, પરંતુ આરસીબીએ પણ ખુબ રન બનાવ્યા હતા. એટલા માટે ટીમનો નેટ રન રેટ વધી શક્યો નહિ અને ટીમ ચોથા સ્થાને છે. પહેલા સ્થાને રાજસ્થાન રોયલ્સ, બીજા સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ અને ત્રીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.ચોથા સ્થાને હૈદરાબાદ અને પાંચમાં સ્થાને લખનૌની ટીમ છે. ત્યારબાદ ક્રમશ ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ,દિલ્હી કેપિટલ્સ અને છેલ્લે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ટીમ છે. આરસીબીની ટીમ 10માં સ્થાને છે તેમણે માત્ર એક જ મેચ જીતી છે.