હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી અફઘાનિસ્તાન અને અડીને આવેલા ઈરાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્ર સપાટીથી 3.1 થી 12.6 કિલોમીટરની વચ્ચે સ્થિત છે. રાજસ્થાનના મધ્ય ભાગોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં નીચલા સ્તરે સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. પૂર્વ-પશ્ચિમ ટ્રફ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ બિહાર અને ઉત્તર ઝારખંડ થઈને દક્ષિણ પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરી રહી છે. એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તરી બાંગ્લાદેશ પર છે.બીજું ચક્રવાતી પરિભ્રમણ મધ્ય મહારાષ્ટ્ર પર છે. કોમોરિન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. કોમોરિન વિસ્તાર પર ઉપરોક્ત ચક્રવાતી પરિભ્રમણથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધી, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાંથી પસાર થતો એક ટ્રફ વિસ્તરે છે.