અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના જિલ્લા અઘ્યક્ષશ્રી દેવેન્દ્રભાઈ જાદવની તથા મહામંત્રી મહેન્દ્ર ભાઈ વસાવાની અઘ્યક્ષતામાં જિલ્લાના તમામ તાલુકામાં બેઠક યોજવામાં આવી. બેઠકની સૌપ્રથમ શરૂઆત તિલકવાડા તાલુકામાંથી કરવામાં આવી. ત્યારબાદ ગરુડેશ્વર, નાંદોદ, ડેડીયાપાડા અને સાગબારા ખાતે તબક્કાવાર બેઠક યોજવામાં આવી. બેઠકનો મુખ્ય એજન્ડા -રાષ્ટ્ર હિતમાં 100% મતદાન. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ ચિંતન અને આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના તમામ તાલુકાઓમાં શાળા, ગામ, ક્લસ્ટર, ગ્રુપ અને મંડલ સુધીનું માઈક્રો પ્લાનિંગ કરી મતદારો 100% મતદાન કરવા પ્રેરાય તેના માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી. તાલુકા વાઈઝ કારોબારી બેઠકમાં તાલુકા વાઈઝ જિલ્લાના હોદ્દેદારશ્રીની જવાબદારી નક્કી કરવામાં આવી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદાના તમામ હોદ્દેદારશ્રીઓ તાલુકા વાઈઝ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે