ભરૂચમાં શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો
ભરૂચમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો..
ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી
ગુજરાત રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ મંગળવારના રોજ ભરૂચમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ છવાયું હતું,દરમિયાન બપોરના 1 વાગ્યાના અરસામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો. જોકે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને બંધ થઇ ગયેલ છે. અને વાતાવરણ ખુલ્લુ થઇ ગયું છે. પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઇને મુખ્ય ધોરીમાર્ગ પર જતા વાહનો અટવાયા હતા.ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઇને કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકશાન થવાની સંભાવના રહેલી છે.ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.જોકે વરસાદને લઇને લોકોએ ઉકળાટમાં આંશિક રાહતનો અનુભવ કર્યો હતો.