હવામાન વિભાગે ગંગાના પશ્ચિમ બંગાળ અને બિહારમાં 21 એપ્રિલે, ઝારખંડમાં 19-21 એપ્રિલે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 18 અને 19 એપ્રિલના રોજ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 18 એપ્રિલે ગરમીનું મોજું રહેશે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ સપ્તાહના અંત સુધી પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, પુરુલિયા, ઝારગ્રામ, બીરભૂમ, મુર્શિદાબાદ અને બાંકુરા જિલ્લામાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. તમને જણાવી દઈએ કે ગરમીની લહેર ત્યારે આવે છે જ્યારે કોઈપણ સ્થાનનું મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ હોય.
હવામાન વિભાગે 18-20 એપ્રિલ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે તેવી અપેક્ષા છે. 19 એપ્રિલે ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.