ઈન્દોરમાં એક મહિલાએ પોતાના પતિના કથિત આડા-સંબંધોને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરનારી મહિલાએ હાથ પર સુસાઈડ નોટ લખીને પોતાના મોત માટે પ્રેમિકાને જવાબદાર ગણી હતી. પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂ કરી દીધી છે.આત્મહત્યા કરતા પહેલા મહિલાએ પહેલા જ આખી સુસાઇડ નોટ લખી હતી. તેમાં તેણે પોતાના પતિની ગર્લફ્રેન્ડનું નામ પણ લખ્યું છે અને પોતાના મોત માટે સીધી તેને જવાબદાર માની છે. એડિશનલ ડીસીપી રાજેશ દાંડોટિયાના જણાવ્યા અનુસાર, તેજાજી નગરમાં રહેતી કવિતા પાટિલ (40)એ બુધવારે સિલ્વર સ્પ્રિંગ વિસ્તારમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા કવિતાએ પોતાના સામેના હાથ પર સુસાઈડ નોટ લખી છે. સુસાઇડ નોટમાં તેણે પતિ પંકજ પાટીલ અને તેની ગર્લફ્રેન્ડ નમ્રતાનું નામ લખીને બંને વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બંને લાંબા સમયથી પ્રેમમાં છે.