ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદમાં 10 લોકોનો ભોગ લેનાર કાળમુખા એક્સિડન્ટમાં કારનો કચ્ચરઘાણ અને કફનમાં વીંટળાયેલી લોકોની લાશો. નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા ટ્રેલરને પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ હતી અને તેમાં કારમાં સવાર 8 લોકોના તત્કાળ મોત થયાં હતા તથા 2 લોકો હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મોતને ભેટ્યાં હતા. નડિયાદમાં મરેલા 10 લોકો વડોદરાથી કાર લઈને અમદાવા જતાં હતા અને ત્યાં નડિયાદ પાસે તેને ભયંકર અકસ્માત નડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર કબજે કરી હતી. આ સાથે તમામ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. પોલીસ આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકે છે.
ગોઝારા એક્સિડન્ટમાં મોત ભેટનાર એમબીબીએસનો વિદ્યાર્થી નીલકુમાર ભોજાણી અને જયશ્રીબેન મિસ્ત્રી છે. વડોદરાના જયશ્રીબેન મિસ્ત્રી છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં કામ કરતાં હતા અન તાજેતરમાં પૌત્રને ઘેર દીકરીનો જન્મ આવતાં વધામણા દેવા માટે વડોદરા આવ્યાં હતા અને કારમાં બેસીને અમદાવાદ આવતાં ત્યારે ભેટેલા અકસ્માતમાં ખપી ગયા હતાં. આ ઘટનાને પગલે સોસાયટી અને પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.