Satya Tv News

12 વર્ષીય બાળકી સસાઈદના રોજા રાખ્યા
એક અઠવાડિયા સુધી સસાઈદના રોજા રાખી
લોકોએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા

તિલકવાડામાં 12 વર્ષીય બાળકીએ રમઝાનના 30 રોજા પૂર્ણ કરી સસાઈદ ના રોજા રાખી ખુદાની બંદગી કરતા ગામ લોકોએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા

તહેવાર દરમિયાન મુસ્લિમ બિરાદરો આખા મહિના દરમિયાન અનાજ અને પાણી વિના રહી ઉપવાસ કરી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે તિલકવાડા નગરના ગોડાઉન ફળિયા વિસ્તારમાં રહેતા રજ્જાકભાઈ આરબ ની 12 વર્ષીય દીકરી નામે મહેનૂર આરબ જેને આટલી ભીષણ ગરમી વચ્ચે પણ રમજાન મહિના દરમિયાન આખા મહિનાના રોજા રાખી ખુદા ની બંદગી કરી હતી અને રમજાન પૂર્ણ થયા પછી પણ એક અઠવાડિયા સુધી સસાઈદના રોજા રાખી ખુદાની બંદગી કરી હતી. ત્યારે આ બાળકી સસાઈદ ના રોજા પૂર્ણ કરતા આજ રોજ નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વિસ્તારના લોકોએ 12 વર્ષીય બાળકી મહેનૂર આરબને ફૂલ આપી અભિનંદન પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

error: