પુણે ના 91 વર્ષીય વૃદ્ધએ પરિક્રમા કરી
ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરી
ઘણા સમયથી પરિક્રમા કરવાની ઈચ્છા હતી
મહારાષ્ટ્રના પુણેથી આવેલા 91 વર્ષીય વૃદ્ધ પરિક્રમાવાસીએ ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી
ઉલ્લેખનીય છે કે હાલ ઉતરવાહીની માં નર્મદા પરિક્રમા ચાલી રહી છે. ત્યારે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાલુઓ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે. આ પરિક્રમા કરવા માટે આજે મહારાષ્ટ્રના પુણેથી શ્રી રામ માધવરાવ બરગાપૂરક નામક પરિક્રમાવાસી જેઓ 91 વર્ષની ઉંમરે ભીષણ ગરમી વચ્ચે પણ માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી
આ પરિક્રમા દરમિયાન થયેલા અનુભવો વિશે વાત કરતા 91 વર્ષીય શ્રી રામ મધવરાવ બરગાપુરકે જણાવ્યું કે મને છેલ્લા ઘણા સમયથી નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી પરંતુ સંજોગો ના કારણે આવી નતો શકતો પરંતુ હાલ માં નર્મદા ની કૃપા થઇ અને મને માં નર્મદાની પરિક્રમા કરવાનો મોકો મળ્યો આ નર્મદા પરિક્રમા કરી ને હું ધન્યતા અનુભવુ છે અને દરેક વ્યક્તિ ખાસ કરી ને આજ ના યુવાઓ પણ માં નર્મદા પરિક્રમા કરે તેવી સૌને અપીલ કરું છું