નવસારી બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ બંને મિલકતની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો છે. જોકે સીઆર પાટીલની પત્નીની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયાનું ઉમેદવારી પત્રમાં દર્શાવવામાં આવ્યું છે. સી આર પાટીલ દર્શાવેલ મિલકતમાં વિવિધ રોકાણ વાહન વગેરેની સાથે સત્તાવાર મિલકત 16.26 કરોડ તથા જમીન મકાન સહિત જંગમ મિલકત 3.99 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. તો પાટીલના પત્નીની મિલકત 11.72 કરોડ રૂપિયા અને જંગમ 6.22 કરોડ એમ કુલ મળી 17.94 કરોડ દર્શાવવામાં આવી છે. સી આર પાટીલ અને એમના પત્ની બંનેની મળી કુલ મિલકત 38.19 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે.