મેષ (અ.લ.ઈ)
જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે
વૃષભ (બ.વ.ઉ)
પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે તેમજ માનસિક ચિંતાઓ રહેશે, પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે
મિથુન (ક.છ.ઘ)
ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય અને માનસિક શ્રમમાંથી મુક્ત બનો તેમજ કામના ભારને હળવો કરી શકશો, સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે
કર્ક (ડ.હ)
સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય અને બહારગામના કામકાજથી લાભ જણાય તેમજ સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય, કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય
સિંહ (મ.ટ.)
અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય અને મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય તેમજ કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું, માનસિક અશાંતિમાં રાહત અનુભવશો
કન્યા (પ.ઠ.ણ.)
નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને અને વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે તેમજ ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે અને હિસાબી કામકાજમાં સાવધાની રાખવી તેમજ આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય, નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા
વૃશ્ચિક (ન.ય.)
ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય અને વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય, આરોગ્યની ખાસ કાળજી લેવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો અને અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં તેમજ વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા-સંબંધીઓમાં તણાવ જણાશે
મકર (ખ.જ.)
વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે અને જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, કામકાજ સામાન્ય સંભાળીને કરવું
કુંભ ( ગ.શ.સ.ષ.)
પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે અને વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું તેમજ વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, માનસિક અસ્વસ્થતા અનુભવશો
મીન (દ.ચ.ઝ.થ.)
વિલંબમાં પડેલા કામો પૂરાં થશે અને ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય તેમજ કામની હળવાશ અનુભવશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે