Satya Tv News

શુક્રવારે એમસીએક્સ પર સોનું 72806 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમવારે સોનું રૂ.1,300 ઘટીને રૂ.71,522 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે સોનું રૂ.746 ઘટીને રૂ.70451 પર ટ્રેડ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 2355 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે.વૈશ્વિક બજારની વાત કરીએ તો, શુક્રવારે મોટી ઉથલપાથલ દરમિયાન અમેરિકન બજારોમાં સોનું 2% ઘટીને $2,341.9 પ્રતિ ઔંસ થયું હતું, જે એક વર્ષમાં તેનો સૌથી મોટો દૈનિક ઘટાડો હતો. સોમવારે સોનાનો દર ઔંસ દીઠ $2370 હતો જે આજે ઘટીને $2306 પ્રતિ ઔંસ થયો છે.

ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા ઓછી થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. આ સાથે ઈરાન-ઈઝરાયલ યુદ્ધના વધતા ડરને કારણે પીળી ધાતુ અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. જોકે, હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો ડર ઓછો થઈ ગયો છે, જેના કારણે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Created with Snap
error: