નર્મદા પરિક્રમા કરવા માટે આજ રોજ વડોદરાના માંજલપુર સુરભી પાર્ક માંથી 63 વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા અને વૃદ્ધ હાર્ટ એટેક થી મોત થયું હતું
ઉલ્લેખનીએ છે કે હાલ ઉતરવાહીની માં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે આ પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી હજારો ની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. આ પરિક્રમવાસી ઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિક્રમા માર્ગ ઉપર વિવિધ વિસ્તારોમાં કેમ્પ લગાવી પરિક્રમા વાસીઓને રાત દિવસ ખડે પગે સેવા આપવામાં આવી રહી છે
આ નર્મદા પરિક્રમા કરવા માટે આજ રોજ વડોદરાના માંજલપુર સુરભી પાર્ક માંથી 63 વર્ષીય હરીશભાઈ ગણપતરાવ મદને જેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આ પરિક્રમા દરમિયાન રસ્તા માં તેઓની તબિયત બગડી હતી ત્યારે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કપિલેશ્વર મંદિર ખાતે સ્થળ પર જ દર્દીની તપાસ કરી તત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરતા દર્દીને મૃત જાહેર કરેલ. દર્દીનું મૃત્યુ હાર્ટ એટેક થિ થયું હોવાની માહિતી જાણવા મળેલ છે. આ અગાઉ પણ દર્દીને હાર્ટ અટેક તથા પેરાલિસિસ ની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળેલ છે ત્યારે પરિક્રમા દરમિયાન 63 વર્ષીય હરીશ મદને નું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે