દિલિપ વસાવાએ પ્રચારનો પ્રારંભ કર્યો
રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો
બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
ભરુચ લોકસભા બેઠકના ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલિપ વસાવાએ વાલિયા ખાતેથી પગપાળા રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો
ભરુચ લોકસભા બેઠકની ચૂંટણીને પગલે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે.ત્યારે આજરોજ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલિપ વસાવાએ વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આઈ.ટી.આઈના ગેટ ખાતેથી પગપાળા રેલી થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો જેઓ મુખ્ય માર્ગ ઉપર થઈ ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી મુખ્ય બજાર ફરી હનુમાન ફળિયા થઈ ઝઘડીયા ખાતે પ્રચાર માટે નીકળ્યા હતા આ ચૂંટણી પ્રચાર યાત્રા દરમિયાન ચમારિયા ગામના આગેવાન રાજુ વસાવા,અંબાલાલ જાધવ સહિત કાર્યકરો જોડાયા હતા.