નરેન્દ્રન મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમજ જાહેર સભા પણ યોજવાની છે. સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે લોકોને અપીલ કરી છે. ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને 7 તારીખ સુધી આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી છે. જામનગર,મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આ અપીલ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં વાતાવરણ ન ડોહળાય તેની તાકાદી કરાઈ છે.