બિહાર
શક લગ્નજીવનને વેરણ જ ન કરી શકે પરંતુ તે તો મરાવી પણ નાખે. સારુ લગ્નજીવન જોઈતું હોય તો શકને દફનાવી દેવો પડશે નહીંતર તમે દફની જશો. કરોડરજ્જુમાં કરન્ટ લાગી જાય તેવી એક ઘટના બની છે. બિહારના ગોપાલગંજમાં બનેલી આ ઘટનામાં મંગેતરે તેની દુલ્હનનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યા પહેલા આરોપી મંગેતરે તેની સાથે બળાત્કાર પણ કર્યો હતો.
ગોપાલગંજ એસડીપીઓ પ્રાંજલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, 26 એપ્રિલની રાત્રે ગોપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસીની પુત્રીને ઘરેથી બોલાવીને તેની હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ શનિવારે ગામના બગીચામાંથી મળી આવ્યો હતો. તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી યુવતીનો મંગેતર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી અને તેનું કારણ પોલીસને જણાવ્યું હતું. આરોપીએ યુવતીને તેના ઘરેથી બોલાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરી હતી.