Satya Tv News

વાગરા તાલુકા ના કડોદરા ગામે બેસ્ટવેલ્યુ કંપની આવેલ છે. જે છેલ્લા કેટલાય સમય થી પ્રોજેક્ટ નુ કામ ચાલી રહ્યું છે. અને કંપની માં એમ્પ્લોય તરીકે ઘણાય કામદારોની ભરતી કરવામાં આવેલ છે. પરંતુ બેસ્ટવેલ્યુ કંપની માં લેન્ડલુઝર ની કોઈ ભરતી કરવામાં આવેલ નથી. કડોદરા ગામ ના રહેવાસી સુરેશભાઈ ભીમસંગભાઈ જેઓ એ બેસ્ટવેલ્યુ કંપની માં જમીન ઘુમાવી છે તેમ જણાવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમય થી લેન્ડલુઝર ના ડોક્યુમેન્ટ બેસ્ટવેલ્યુ કંપની માં જમા કરાવેલ છે. પરંતુ આજરોજ તારીખ 2/5/2024 રોજ તેઓ બેસ્ટવેલ્યુ કંપની માં મળવા ગયા હતા ત્યાં બેસ્ટવેલ્યુ કંપની ના સિક્યુરિટી ના હેડ પિન્ટુકુમાર ને જણાવેલ કે મારા ડોક્યુમેન્ટ મે આપણી કંપની માં ઘણા સમયથી જમા કરાવેલ છે. તો તેની પ્રોસેસ કેટલી થઈ ત્યારે બેસ્ટવેલ્યુ કંપની ના સિક્યુરિટી ના હેડ પિન્ટુકુમારે જણાવેલ કે કડોદરા ગામ ના સરપંચ કહેતેમ કરવું પડે તેવો મેસેજ આજે સોસીયલ મીડિયા માં ફરતો કર્યો છે આ મેસેજ સોસીયલ મીડિયા માં વાયરલ થતા કડોદરા ગામ ના જાગૃત નાગરિકો દ્વારા બેસ્ટવેલ્યુ કંપની ના HR ના ભાર્ગવ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરતા ભાર્ગવ દ્વારા કડોદરા ગામ ના જાગૃત નાગરિકો ને કંપની માં મળવા બોલાવેલ પરંતુ કડોદરા ગામ ના જાગૃત નાગરિકો કંપની ના ગેટ સામે મળવા ગયેલ ત્યાં ભાર્ગવ દ્વારા વિડીયો ના કરવા જણાવેલ ત્યાં જાગૃત નાગરિકો ના ભાર્ગવ દ્વારા ગામ લોકો ના ફોન ચેક કરતા વિડીયો ચાલુ છે કે કેમ તે ચેક કર્યું હતું. જેથી ભાર્ગવ દ્વારા મળવા બોલાવેલ ગામ ના જાગૃત નાગરિકો સાથે વાત કરવાને બદલે કોઈ પણ જાત ની વાત કર્યા વગર ત્યાંથી રપુચક્કર થઈ ગયા હતા. ગામ લોકો દ્વારા જણાવ્યુ હતું કે બેસ્ટવેલ્યુ કંપની માં ગામ લોકો નાની મોટી સમસ્યા ઓની રજૂઆત કરવા માટે કંપની માં જાય છે ત્યારે બેસ્ટવેલ્યુ કંપની દ્વારા ભૂતકારમાં ગામ લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરવા માં આવ્યા હતા માટે આ વિડિઓ ગામ ના લોકો પોતાની સુરક્ષા માટે વિડીયોગ્રાફી કરવામાં આવે છે તેમ કડોદરા ગામ ના લોકો એ જણાવ્યુ હતું.તેમજ ગામ લોકો દ્વારા જણાવ્યુ હતું કે કોઈ પણ સમસ્યા ની રજુઆત કરવા બેસ્ટવેલ્યુ કંપની HR માં જઈએ છે ત્યારે બેસ્ટવેલ્યુ કંપની ના અધિકારીઓ આંખ નીચે આડા કાન કરી દે છે.

error: