Satya Tv News

મેષ (અ.લ.ઈ)

મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ-(બ.વ.ઉ)

આ રાશિના જાતકોને મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન (ક.છ.ઘ)

મિથુન રાશિના જાતકોને શારીરિક અને માનસિક થાક અનુભવશો તેમજ આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો અને નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો, ખાવાપીવામાં કાળજી રાખવી

કર્ક (ડ.હ)

કર્ક રાશિના જાતકોને અસંતોષની લાગણી રહ્યા કરશે તેમજ આર્થિક પાસુ મજબૂત બનશે અને સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે, ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે

સિંહ (મ.ટ)

આ રાશિના જાતકોને સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના અને ભાગીદારો સાથે મતભેદ જણાય, ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા (પ.ઠ.ણ)

કન્યા રાશિના જાતકોને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે અને આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું

તુલા (ર.ત)

તુલા રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં વિજય થશે તેમજ કરેલી મહેનત ફળદાયી બનશે અને સાસરાપક્ષથી લાભ મળશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું

વૃશ્ર્વિક (ન.ય)

પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન (ભ.ધ.ફ.ઢ)

રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)

મકર રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ સફળ બનશે તેમજ મોટા ભાઈથી સહયોગ મળશે અને કારણ વગરના વાદ-વિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ (ગ.શ.ષ.સ)

કુંભ રાશિના જાતકોને માનસિક સાધારણ પરેશાની રહેશે તેમજ કામકાજમાં નિષ્ફળતાથી બચવું અને ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે, આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)

મીન રાશિના જાતકોને વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે તેમજ નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે અને નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત બાબતે અનુકૂળતા જણાશે

error: