Satya Tv News

સુરતના સલામતપુરા વિસ્તારની એક સગીરાને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત એક વર્ષ સુધી પીંખનારા નરાધમ અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા છે. શહેરના ભાઠેના વિસ્તારમાં કાપડના કારખાનામાં રસોઈ બનાવીને એક વિધવા પોતાનું ગુજરાત ચલાવે છે. દસ દિવસ પહેલાં તેની બહેન તેણીના ઘરે આવી હતી અને તેણીએ જે કહ્યું તે સાંભળીને વિધવા મહિલા ધબકારો ચૂકી ગઈ હતી. કારખાનામાં કામ કરતા 21 વર્ષીય જીતુ રાણા સાથે વિધવાની 14 વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વીડીયો ઉતારવામાં આવ્યો હોવાની વાત બહેને કરતા મહિલા પર આભ ફાટ્યા જેવી આફત આવી હતી.

error: