Satya Tv News

તા. 7 મે નાં રોજ ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં હાલ ચાલી રહી છે. ત્યાં જ એક દુઃખદ ઘટનાં બનવા પામી હતી. જેમાં વડોદરાનાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિવેદ ટાંકનાં પત્નિ પ્રજ્ઞાબેન છેલ્લા 6 વર્ષથી કેન્સર જેવી ભયંકર બિમારીથી ઝઝુમી રહેલ જેઓનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ. વિવેક ટાંકની વડોદરા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારે એકાએક આવી પડેલ દુઃખદ ઘટનાને લઈ વિવેક ટાંક હિંમત હાર્યા ન હતા અને પત્નિનાં અવસાનનાં ત્રીજા દિવસે ચૂંટણી ફરજ પર પરત ફર્યા હતા. ત્યારે તેમની સાથે રહેલ અન્ય કર્મચારીઓ દ્વારા તેમને હિંમત આપી હતી. તેમજ તેઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ સૌ કર્મચારીઓ તેમજ અધિકારીઓ દંગ રહી ગયા હતા. તેમજ વડોદરા જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી વિવેદ ટાંક દ્વારા બુધવારે પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું. તેમજ લોકશાહીનાં આ પર્વમાં અન્ય મતદારોને મતદાન થકી પોતાની પ્રાથમિક ફરજ અદા કરવાનો એક અનોખું ઉદાહરણ આપ્યું હતું.

error: