Satya Tv News

ઓએનજીસી બ્રિજ કાઉન્ટ ડાઉન શરૂ
લોકોનો 2 કિમીનો ફેરાવો બચશે
ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં

https://www.instagram.com/reel/C6vZog_gZ3q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

છેલ્લા એક વર્ષ થી બંધ ONGC બ્રિજ આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરુ થઇ શકે છે. જે માટે બાકી રહેલી રેલીગતેમજ ડામરવર્ક તેમજ ફૂટ બ્રીજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે.

અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઇ ગયો છે.આગામી 4 દિવસ માં બ્રિજ શરૂ કરવાહાલ સાઈડ ડિવાઈડર અને ફૂટ બ્રીજની રેલીગતેમજ ફાઇનલ ડામરવર્ક કામગીરી આપવામાં આખરી ઓપ આપી રહ્યા છે. ઓ એન જી સી બ્રિજ શરૂ થતા લોકો 2 કિ મી નો ફેરવો બચશે. બિસ્માર જીનવાલાથી પીરામણ ગામ તરફ જતાં ખખડધજ રોડથી રાહત મળશે. અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવર બ્રિજ નવા વાંધા પહેરી હવે સજ્જ બન્યું છે. છેલ્લા એક વર્ષ થી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઇ બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આમ જનતાને રોજના 2 થી અઢી કિમીનો ફેરવો ફરવો પડતો હતો. જેને લઇ લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પીરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી. હવે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે. ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરુ થઇ શકે છે. જે માટે બાકી રહેલી રેલીગતેમજ ડામરવર્ક તેમજ ફૂટ બ્રીજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ સાથે જ બ્રિજ નો લોડ ટેસ્ટ બાકી છે. જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે. જે બાદ બ્રિજ શરુ કરવામાં આવશે. મે મહિના માંબ્રિજ શરુ થવા ની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે.

error: