દહેજના વડદલા ગામની રોયલ કોલોની ખાતે ચોથા માળેથી નીચે પટકાતાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મોત નીપજયું હતું.આ મામલે દહેજ પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરાઇ છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વડદલા ગામમાં આવેલા રોયલ કોલોનીમાં મૂળ એમપીના 25 વર્ષીય દિનેશસિંગ રામકુશલ ગોડ પોતાના સંબધીઓ સાથે રહીને
મેઘમણી કંપનીમાં નોકરી કરે છે.ગતરોજ તે પોતાના રોયલ કોલોનીમાં હાજર હતો.ત્યારે તેના સંબંધીએ તેને જમવા માટે કહેતા તેણે લેટ જમવાનું કહ્યું હતું.ત્યાર બાદ બધાં સુઈ ગયા હતાં.સવારે ઉઠીને તેઓએ જોતા દિનેશસિંગ તેના સ્થળ પર સૂતો નહિ મળતા તેઓએ તપાસ કરતાં તે ચોથા માળેથી નીચે પડેલો જોતા તેઓ નીચે દોડી આવ્યા હતાં. પરતું તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે