ગાંધીનગર: રાજ્યના અલગ-અલગ શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે જનતાના આ વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાવવાના પાછળનો હેતુ સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા માટેનો છે. ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટરના વિવાદ મામલે વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ હાલ પૂરતું સયાજીગંજ વિસ્તારમાં નવા મીટર નાખવાનું કામ બંધ કરાવ્યું છે.