Satya Tv News

ભારતીયો અને પાકિસ્તાનીઓ સમાન દેખાતા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ ખતરાને જોતાં આવી સ્થિતિમાં ભારતીય વિદેશ મંત્રાલયે કિર્ગિસ્તાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે અને તેમને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક ઇજિપ્ત અને અરબી વિદ્યાર્થીઓનો સ્થાનિક લોકો સાથે ઝઘડો થયો હતો અને આ દરમિયાન અરબી વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિકો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. એવો દાવો છે કે આ ઘટના માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓ જવાબદાર હતા અને તેના પગલે જ સ્થાનિકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો. 

સ્થાનિક લોકો દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. અન્ય ઘણા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો અને ત્યાં જે દેખાયા એ વિદ્યાર્થીઓને માર માર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે હોસ્ટેલમાં હુમલો થયો ત્યાં ઘણા ભારતીય અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પણ રહે છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે પણ ખતરો છે.

error: