Skip to main content

Satya Tv News

વાલિયા પોલીસે સોડગામની સીમમાંથી કતલખાને લઈ જવાતા 10 ગૌ વંશોને મુક્ત કરાવી 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાલિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ડામોર સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન પ્રાણીન ફાઉન્ડેશન ગૌરક્ષક ટીમના નેહા પટેલ થકી બાતમી મળી હતી નેત્રંગથી અંકલેશ્વર તરફ પશુ ભરેલ ગાડી જઈ રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી ગાડીનો પીછો કરી સોડગામની સીમમાં અટકાવી બોલેરો પીકઅપ ગાડી નંબર-આર.જે.04.જી.બી.1685 તપાસ કરતાં તેમાંથી 10 જેટલા પશુઓ ઘાસચારાં વિના ખીંચોખીંચ ભરેલ હાલતમાં મળી આવ્યા હતા પોલીસે તમામ પશુઓને મુકત કરી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: