જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેને ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રોકાવટ કરવા અંગે ગુનો નોંધાયો
ગત તારીખ 20 5 2024 ના રોજ બપોરે 4:30 ના અરસામાં જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજીનાઓને બાદમેદારથી બાટલી મળેલ કે અગાઉના ગુનામાં આરોપી જાગીર ઈસ્માઈલ અહેમદ કુરેશી રહે જંબુસરનાઓ પકડવાનો બાકી હોય તે તેના ઘરે આવેલ છે જેથી જંબુસર પોલીસે બાટલી વાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બેહને ઘરમાંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી આંખોમાં નાખી અને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે ઝપાઝપી કરી તથા ભુમન પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ધમકી આપી પોલીસના ફરજમાં રોકાવટ કરેલ હોય જેથી બંને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.