Satya Tv News

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત રાજ્યનાં મહાનગરોની હોસ્પિટલોએ હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે 5 વ્યક્તિનાં મૃત્યું નિપજ્યા છે. વર્ષ 2016 માં વડોદરામાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આકરી ગરમીનાં કારણે રોનાલ્ડ રોય (ઉ.વર્ષ.23) દિલીપ કાકરે (ઉ.વર્ષ.65), નવીન વસાવા (ઉ.વર્ષ.75), શાંતાબેન મકવાણા (ઉ.વર્ષ.63), પીટર સેમ્યુઅલ (ઉ.વર્ષ.47) નુ મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં હીટવેવથી શહેરમાં 9 થી વધુનાં મોત થયા હતા. છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો 36 થી 48 વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા. મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આશ્રય વિહોણાં 146 થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફૂટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે.

error: