Satya Tv News

મેષ (અ.લ.ઈ)
મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ-(બ.વ.ઉ)
મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે અને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન (ક.છ.ઘ)
મિથુન રાશિના જાતકોને શારીરિક અને માનસિક થાક અનુભવશો અને આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો તેમજ નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો અને ખાવાપીવામાં કાળજી રાખવી

કર્ક (ડ.હ)
કર્ક રાશિના જાતકોને અસંતોષની લાગણી રહ્યા કરશે અને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે અને ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે

સિંહ (મ.ટ)
સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય અને વિદેશથી મોટા લાભની સંભાવના તેમજ ભાગીદારો સાથે મતભેદ જણાય અને ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા (પ.ઠ.ણ)
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે તેમજ આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે અને તણાવ અને ટેન્શનથી દૂર રહેવું

તુલા (ર.ત)
તુલા રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં વિજય થશે અને કરેલી મહેનત ફળદાયી બનશે તેમજ સાસરાપક્ષથી લાભ મળશે અને વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું

વૃશ્ર્વિક (ન.ય)
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન (ભ.ધ.ફ.ઢ)
રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે અને મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)
મકર રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ સફળ બનશે તેમજ મોટા ભાઈથી સહયોગ મળશે અને કારણ વગરના વાદ-વિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ (ગ.શ.ષ.સ)
માનસિક સાધારણ પરેશાની રહેશે અને કામકાજમાં નિષ્ફળતાથી બચવું તેમજ ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે અને આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)
વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે અને નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે તેમજ નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે અને તબિયત બાબતે અનુકૂળતા જણાશે

error: