કાળઝાળ ગરમી વચ્ચે આખરે હવે દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના આગમનની સાથે જ ઘણા રાજ્યોને આકરી ગરમીમાંથી રાહત મળવાની છે.આજે એટલે કે 30મી મેના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે.30મી મેના રોજ માહિતી આપી હતી કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ છે. આ વર્ષે તે તેના નિર્ધારિત સમયના બે દિવસ પહેલા કેરળમાં દસ્તક દીધી છે. તમને જણાવી દઈએ કે કેરળમાં ચોમાસાની સામાન્ય તારીખ 1લી જૂન છે. જો કે, તે 3-4 દિવસ આગળ અથવા પાછળ હોવું પણ સામાન્ય માનવામાં આવે છે.
કેરળમાં વરસાદના આગમન બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ 15 દિવસ પછી થાય છે એટલે કે ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદ પડવાની સંભાવના છે ત્યારે આ વચ્ચે રાજ્યના લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત થશે તે બાદ 15 જૂનની આસપાસના રોજ વરસાદ પડી શકે છે હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રામલને કારણે ચોમાસાના આગમન માટે સ્થિતિ સાનુકૂળ બની છે.