Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે તેમજ નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે અને વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામમાં મહેનત વધારે કરવી પડશે અને ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક (ડ.હ.)
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તનાવ જણાશે તેમજ પાચન સંબંધી તકલીફ જણાશે, ઉપરી અધિકારીથી તકલીફ જણાશે

સિંહ (મ.ટ.)
પારિવારિક સંબંધોમાં લાભ થશે અને સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે તેમજ આર્થિક સુખ સારું મળશે તેમજ કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.)
વિકાસના કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ ન્યાય તમારા પક્ષે રહેશે અને ધંધામાં લાભ થશે

તુલા (ર.ત.)
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે અને લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.)
અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે અને મહેનત વધે અને ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે તેમજ રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે અને આર્થિક બાબતોમાં વિકાસ થશે અને સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર (ખ.જ)
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.)
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવી શકશો, આપના મનની મૂંઝવણો દૂર થશે

મીન (દ.ચ.ઝ.થ)
કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે તેમજ નોકરીયાત વર્ગ માટે સારો સમય છે

error: