સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલના બિન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોટનના ગાદલા ગોધરા અને સ્પંચના ગાદલાને લઈ આપી નોટીસ
ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર ઓફિસરે આપી નોટીસ..
સિવિલ હોસ્પિટલમાં ફાયર ની ટીમ ચેકિંગ અર્થે આવી છે ફાયરની તમામ સુવિધાઓ કર્મચારીઓ સાથે છે પરંતુ જે ક્ષતિઓ છે તેને દૂર કરવામાં આવશે :- ડોક્ટર ગોપી મિખીયા
https://www.instagram.com/reel/C7qgw_mgDoW/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિન ઉપયોગી બેડ ગાદલા ગોદરા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત કરવામાં આવી છે
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજકોટની અગ્નિ કાંડની ઘટના બાદ ફાયર એનઓસી ને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટી ના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ દાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ અર્થે ગયા હતા જ્યાં ફાયર સેફ્ટી ના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિન ઉપયોગી બેડ વહેલી તકે આગ લાગી શકે તેવા ગાદલા ગોધરા પંચવાળા ગાદલાનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલ ગુમ બની હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચન આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત કરી હતી
સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિન ઉપયોગી જથ્થો અને વહેલી તકે આગ લાગી શકે તેઓ વેસ્ટેજ જથ્થો હોવાના કારણે તેને ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપી જાણ કરતા હોસ્પિટલના ડોક્ટર ગોપી મિખીયાએ પણ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી હવે આવું નહીં થાય તેમ કઈ હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલને સ્વીકારી હતી
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટા પ્રમાણમાં બિન ઉપયોગી બાયોમેડિકલ વેસ્ટ તથા આગની ચિનગારીથી મોટી આગ લાગી શકે તેવો વેસ્ટેજનો જથ્થો ગોધરા ગાદલા સ્પંચના ગાદલા સહી તો તમામ વેસ્ટેજ તાત્કાલિક દૂર કરવા માટેની નોટિસ આપી હોવાનું પણ ફાયર ઓફિસરે કહ્યું હતું પરંતુ આવી બેદરકારી નહીં ચાલવી લેવાય તેમ કડક શબ્દમાં સિવિલ હોસ્પિટલના સતત દેશોને પણ ફાયર વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે