વડોદરાનાં સુભાનપુરામાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ મીટરનુ્ં બેસણું યોજ્યું હતું. વડોદરાનાં સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફીસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કર્યો હતો. જેમાં સ્માર્ટ મીટરનાં ફોટા પર હાર પહેરાવી બેસણાનો કાર્યક્રમ યોજ્યો હતો. વડોદરાનાં સુભાનપુરા સહિત અનેક જગ્યાએ સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત છે. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફીસ પહોંચી હતી. તેમજ વીજ કંપનીની ઓફીસે પહોંચી મહિલાઓએ જૂના મીટર પાછા આપોની માંગ ઉચ્ચારી સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુભાનપુરા એમજીવીસીએલની ઓફીસ ખાતે પશ્ચિમ વિસ્તારનાં રહીશો વીજ કંપનીની ઓફીસ એટલા માટે આવ્યા છીએ કે, અહીંયા આવેલ તમામ લોકોનાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ત્યારે સરકારે સ્માર્ટ મીટર તો લગાવવાનાં બંધ કરી દીધા છે. પરંતું જેમનાં ઘરે લાગ્યા છે એમનાં ઘરે સ્માર્ટ મીટરને લીધે આજે પણ રોજનું 400 રૂપિયા બિલ આવે છે. ત્યારે જેમની આવક 400 રૂપિયા નથી તેમનાં ઘરે આટલું બધુ રોજનું લાઈટ બિલ આવવું એ ખૂબ જ દુઃખદ બાબત છે.