Satya Tv News

અમદાવાદથી 9 મિત્રો ખેડાના ગળતેશ્વર ફરવા આવ્યા હતા. આ દરમિયાન મહીસાગર નદીમાં નહાવા પડેલા મિત્રો પૈકી 4 મિત્રો ડૂબવા લાગ્યા હતા. જેથી મિત્રને બચાવવા અન્ય મિત્રો પણ નદીમાં પડ્યા હતા. આ તરફ ન્હાવા પડેલા 4 યુવકમાંથી 1ને સ્થાનિકોએ બચાવ્યો હતો. આ સાથે 3 યુવકના મૃતદેહ તરવૈયા દ્વારા બહાર કઢાયા છે. વિગતો મુજબ સુનિલ કુશવાહ,હિતેશ ચાવડાનો મૃતદેહ બહાર કઢાયો તો ત્રીજા મૃતકની ઓળખના પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે હવે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી સેવાલીયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની સાબરમતી નદીમાં 2 કલાકમાં 2 લોકોનો આપઘાતનો પ્રયાસ કયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાંધીબ્રિજ પાસે નદીમાં ઝંપલાવનાર ચંદ્રેશ કુંવરિયાને બચાવી લેવાયો છે. આ તરફ દુધેશ્વર બ્રિજ પાસે નદીમાં ઝંપલાવનાર અર્જુન નટનું ડૂબી જતાં મોત થયું છે. વિગતો મુજબ નદીમાં ઝંપલાવનાર ચંદ્રેશ કુંવરિયાને સારવાર માટે ખસેડાયો છે. મૃતક અર્જુન નટ વાડજ વિસ્તારનો રહેવાસી અને જીવિત બહાર નીકળનાર જીસીએસ હોસ્પિટલ પાસે ચામુંડા વિસ્તારનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. બન્ને ઘટનામાં પોલીસે આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.

error: