Satya Tv News

બનાસકાંઠાનાં પાલનપુરમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે. પાલનપુરમો વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 6 નાં 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.

પાલનપુરમાં વોર્ડ નં. 6 માં છેલ્લા થોડા સમયથી અચાનક ઝાડા-ઉલ્ટીનાં કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે હાલ 70 થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેઓની તાત્કાલીક સારવાર હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર બાબતે જીલ્લા રોગ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે, એક દર્દીનો રિપોર્ટ કોલેરો પોઝીટીવ આવ્યો હતો. જેને લઈ જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ દ્વારા ખાસદારફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, કમાલપુરા, ઝવેરી માઢ, જૂનો અંબબકૂવો, ઝાંઝર સોસાયટીની આજુબાજુનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ નગરપાલિકાની ટીમ દ્વાર બુધવારે સમગ્ર વિસ્તારમાં સર્વે કરતા પાણીની પાઈપલાઈનમાં પાંચ જગ્યાએ લીકેજ મળી આવ્યા હતા. જેનું તાત્કાલીક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયું હતું.

error: