અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે.
15 મી જૂન આસપાર આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરતનાં ભાગોમાં વરસાદ આવશે. તેમજ જૂનાગઢ, ગીર અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે. તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. વરસાદ વાવણી લાયક રહેશે. તેમજ 19 થી 21 જૂન મુંબઈનાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે.